Friday, April 04, 2008

[Hindi_Jokes] Jokes_Gujarati

ઈશ્વરે મને ધનવાન નથી બનાવ્યો પણ
મારી ઈચ્છાઓ ઓછી બનાવી એ તેનો મોટો ઉપકાર છે.


એકવીસમી સદીનો ભિખારી : ‘સાબ છે રૂપિયે દે દો, સાબ ચાય પીની હૈ.’
શેઠ : ‘અલ્યા ચા તો ત્રણ રૂપિયાની હોય. તું કેમ છ માગે છે ?’
ભિખારી : ‘સાબ, સાથ મેં ગર્લફ્રેન્ડ ભી હૈ !
**********
કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : ‘અરે બેન, એને નખમાંય રોગ નો’તો. એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….’
**********
કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : ‘અલ્યા એય રડે છે કાં ?’
હાથી તો ડૂસકે ચડી ગયો : ‘આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!’
**********
હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે… કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’
**********
આ પુસ્તકનાં બધાં પાનાં કોરાં કેમ છે ?’
‘એનું શીર્ષક જુઓ એટલે સમજાઈ જશે !’
‘કેમ ? શું છે એનું શીર્ષક ?’
‘એનું શીર્ષક છે : પુરુષો સ્ત્રીઓને કેટલી જાણે છે !’
**********
સંતાને 5 નંબરની બસમાં જવું હતું. બંતાને 7 નંબરની બસમાં જવું હતું.
ઘણી વાર રાહ જોયા પછી 57નંબરની બસ આવી. રાજી થઈ બંને ચઢી ગયા.
**********
સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર જૂનાં ખંડેરોમાંથી પસાર થતા હતા ત્યાં પગે
જાદુઈ ચિરાગ અથડાયો. જીને કહ્યું : ‘મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની
એક એક ઈચ્છા પૂરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો !’
ફોટોગ્રાફરે કહ્યું : ‘કાશ્મીરના સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી
જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.’ જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : ‘હું કન્યાકુમારીના સમુદ્ર તટે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા
વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.’ જીને તેને ત્યાં પહોંચાડી દીધો.
સંપાદકનો વારો આવ્યો. તેણે કહ્યું : ‘મને હમણાં ને હમણાં બન્ને અહીં હાજર જોઈએ.
કાલ સવારના છાપામાં કામ કોણ કરશે ?
એમનો બાપ !’
**********
‘તારો પ્રેમ મારા માટે મધુર સ્વપ્ન સમાન છે. મારી સાથે લગ્ન કર ને !’
‘લગ્ન તો એલાર્મ સમાન છે. રહેવા દે ને !’
**********
‘સાંભળ્યું ? આપણા ડૉક્ટરને અકસ્માત થયો છે !’
‘ભારે કરી ! કેમ કરતાં થયો ?’
‘હૉસ્પિટલમાંથી ઘરે આવતાં, એમ્બ્યુલન્સની અડફેટમાં આવી ગયા !’
**********
એક સુખી દંપતીના જીવનમાં ફોઈએ આવીને હોળી સળગાવી. આખો વખત ઘરમાં
ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા. આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ ત્યારે પતિએ પત્નીને કહ્યું,
 ‘જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત !’
‘શું વાત કરો છો ? મેં તો એમ સમજીને ચલાવ્યું કે ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !’
**********
રામ : ‘શું ? તારાં લગ્ન છળકપટથી થયાં છે ? કઈ રીતે ?’
શ્યામ : ‘જે બંદૂકની અણીએ મને પરણાવ્યો હતો, તે બંદૂકમાં કારતૂસ જ નહોતી !’
**********
શિક્ષિકા : ‘તું એક વર્ષથી આંકડા શીખે છે પણ તને હજી સુધી થી વધુ અંક
આવડ્યા નથી. આગળ જઈને તું શું કરીશ ?’
વિદ્યાર્થી : ‘ક્રિકેટ અમ્પાયર બનીશ.’
**********
ચિંગૂસ પિતાએ પુત્રને વઢતાં કહ્યું : ‘મૂરખ છે તું મહામૂરખ !
સગાઈ પહેલાં એક છોકરી માટે હજાર રૂપિયા વાપર્યા ?’
પુત્ર : ‘હું શું કરું પપ્પા એની પાસે એટલા જ પૈસા હતા !’
**********
પત્ની : ‘લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કે તારા માટે ચાંદ લઈ આવું, તારા તોડી લાવું !’
પતિ : ‘એ તો હું હજી કહું છું !’
પત્ની : ‘તો, આજે જરા શાક લઈ આવો ને ?’
પતિ : ‘એવું મેં ક્યાં કહ્યું હતું ?’
**********
વક્તા : ‘મને બોલવા માટે માત્ર દસ મિનિટ આપવામાં આવી છે. એટલે હું ક્યાંથી શરૂ કરું તે સમજાતું નથી.
શ્રોતા : ‘નવથી શરૂ કરો !’
**********
હવાલદાર : ‘સાહેબ, પેલી અપહરણ થયેલી છોકરીને હું છોડાવી લાવ્યો છું.’
ઈન્સ્પેક્ટર : ‘એણે અપહરણકર્તા સાથે લગ્ન કરી લીધાં છે અને એના પતિએ
હાલ તારા ઉપર અપહરણનો આરોપ મૂક્યો છે !’
**********
પત્ની : ‘તમને મારો જન્મદિવસ પણ યાદ નથી રહેતો ?’
પતિ : ‘ક્યાંથી રહે ? તારી ઉંમર વધતી જતી હોય એવું જરાય નથી લાગતું.’
**********
http://www.j4jokes.com/forum

__._,_.___
+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
+ TELL YOUR FRIENDS TO JOIN AND POST AT                           +
+ HTTP://HINDIJOKES.INFORME.COM                                   +
+ HTTP://GROUPS.YAHOO.COM/GROUP/HINDI_JOKES                       +         + REGARDS    : GANESH KUMBLE                                      +
+ MAIL ME AT : GANESHKUMBLE@GMAIL.COM                             +
+                                                                 +
+ MODERATORS  OF HTTP://GROUPS.YAHOO.COM/GROUP/HINDI_JOKES        +    
+ ==========  == ==========================================       +                                                                +                                                                 +
+ GANESHKUMBLE    GANESHKUMBLE11@GMAIL.COM         OWNER          +
+ YOGITA SANAS    YOGITASANAS11@GMAIL.COM           MODERATOR     +
+ PRISHI PARI     PRISHIPARI@YAHOO.COM              MODERATOR     +
+ ONLY PRANAY     ONLYPRANAY2003@YAHOO.COM          MODERATOR     +
+ RAJ KRISHNA     RAJKRISHNA_RAJKRISHNA@YAHOO.CO.IN MODERATOR     +
+ + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + + +
Recent Activity
Visit Your Group
Y! Entertainment

World of Star Wars

Rediscover the force.

Explore now.

Weight Loss Group

on Yahoo! Groups

Get support and

make friends online.

Yahoo! Groups

Dog Zone

Connect w/others

who love dogs.

.

__,_._,___

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home