Wednesday, March 26, 2008

[Hindi_Jokes] More Jokes_Gujarati

ઈશ્વરે મને ધનવાન નથી બનાવ્યો પણ
મારી ઈચ્છાઓ ઓછી બનાવી એ તેનો મોટો ઉપકાર છે.


એકવીસમી સદીનો ભિખારી : 'સાબ છે રૂપિયે દે દો, સાબ ચાય પીની હૈ.'
શેઠ : 'અલ્યા ચા તો ત્રણ રૂપિયાની હોય. તું કેમ છ માગે છે ?'
ભિખારી : 'સાબ, સાથ મેં ગર્લફ્રેન્ડ ભી હૈ !
**********
કીડીએ મચ્છર સાથે લગ્ન કર્યાં. એક મહિનામાં મચ્છર મરી ગયો. કીડીને ત્યાં ખરખરો કરવા આવેલા પાસે રડતાં રડતાં કીડી બોલી : 'અરે બેન, એને નખમાંય રોગ નો'તો. એ તો કાલે મારાથી ભૂલમાં ગુડનાઈટ ચાલુ થઈ ગઈ એમાં….'
**********
કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. હાથીની સાસુએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દિવસ હાથી પોતું મારતો જાય ને રડતો જાય. સાસુએ પૂછ્યું : 'અલ્યા એય રડે છે કાં ?'
હાથી તો ડૂસકે ચડી ગયો : 'આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યા જ રાખે છે !!'
**********
હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે… કીડી રડતાં રડતાં કહે : 'એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !'
**********
'આ પુસ્તકનાં બધાં પાનાં કોરાં કેમ છે ?'
'એનું શીર્ષક જુઓ એટલે સમજાઈ જશે !'
'કેમ ? શું છે એનું શીર્ષક ?'
'એનું શીર્ષક છે : પુરુષો સ્ત્રીઓને કેટલી જાણે છે !'
**********
સંતાને 5 નંબરની બસમાં જવું હતું. બંતાને 7 નંબરની બસમાં જવું હતું. ઘણી વાર રાહ જોયા પછી 57નંબરની બસ આવી. રાજી થઈ બંને ચઢી ગયા.
**********
સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર જૂનાં ખંડેરોમાંથી પસાર થતા હતા ત્યાં પગે જાદુઈ ચિરાગ અથડાયો. જીને કહ્યું : 'મારી પાસે ત્રણ વરદાન છે. તમારા ત્રણેયની એક એક ઈચ્છા પૂરી કરી શકાશે. જે માગવું હોય તે માગી લો !'
ફોટોગ્રાફરે કહ્યું : 'કાશ્મીરના સુંદર બંગલામાં પૈસાની કોઈ ફિકર વગર આખી જિંદગી ગાળી શકું તેવું ઈચ્છું છું.' જીને તેની ઈચ્છા તરત પૂરી કરી.
પત્રકારે કહ્યું : 'હું કન્યાકુમારીના સમુદ્ર તટે સુંદર બંગલામાં પૈસાની કોઈ ચિંતા વગર આખી જિંદગી માણી શકું તેવી ઈચ્છા છે.' જીને તેને ત્યાં પહોંચાડી દીધો.
સંપાદકનો વારો આવ્યો. તેણે કહ્યું : 'મને હમણાં ને હમણાં બન્ને અહીં હાજર જોઈએ. કાલ સવારના છાપામાં કામ કોણ કરશે ?
એમનો બાપ !'
**********
'તારો પ્રેમ મારા માટે મધુર સ્વપ્ન સમાન છે. મારી સાથે લગ્ન કર ને !'
'લગ્ન તો એલાર્મ સમાન છે. રહેવા દે ને !'
**********
'સાંભળ્યું ? આપણા ડૉક્ટરને અકસ્માત થયો છે !'
'ભારે કરી ! કેમ કરતાં થયો ?'
'હૉસ્પિટલમાંથી ઘરે આવતાં, એમ્બ્યુલન્સની અડફેટમાં આવી ગયા !'
**********
એક સુખી દંપતીના જીવનમાં ફોઈએ આવીને હોળી સળગાવી. આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા. આખરે 10 વર્ષે ડોસી મરી ગઈ ત્યારે પતિએ પત્નીને કહ્યું, 'જો મને તારા માટે આટલો પ્રેમ ન હોત તો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત !'
'શું વાત કરો છો ? મેં તો એમ સમજીને ચલાવ્યું કે ગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !'
**********
રામ : 'શું ? તારાં લગ્ન છળકપટથી થયાં છે ? કઈ રીતે ?'
શ્યામ : 'જે બંદૂકની અણીએ મને પરણાવ્યો હતો, તે બંદૂકમાં કારતૂસ જ નહોતી !'
**********
શિક્ષિકા : 'તું એક વર્ષથી આંકડા શીખે છે પણ તને હજી સુધી થી વધુ અંક આવડ્યા નથી. આગળ જઈને તું શું કરીશ ?'
વિદ્યાર્થી : 'ક્રિકેટ અમ્પાયર બનીશ.'
**********
ચિંગૂસ પિતાએ પુત્રને વઢતાં કહ્યું : 'મૂરખ છે તું મહામૂરખ ! સગાઈ પહેલાં એક છોકરી માટે હજાર રૂપિયા વાપર્યા ?'
પુત્ર : 'હું શું કરું પપ્પા એની પાસે એટલા જ પૈસા હતા !'
**********
પત્ની : 'લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કે તારા માટે ચાંદ લઈ આવું, તારા તોડી લાવું !'
પતિ : 'એ તો હું હજી કહું છું !'
પત્ની : 'તો, આજે જરા શાક લઈ આવો ને ?'
પતિ : 'એવું મેં ક્યાં કહ્યું હતું ?'
**********
વક્તા : 'મને બોલવા માટે માત્ર દસ મિનિટ આપવામાં આવી છે. એટલે હું ક્યાંથી શરૂ કરું તે સમજાતું નથી.
શ્રોતા : 'નવથી શરૂ કરો !'
**********
હવાલદાર : 'સાહેબ, પેલી અપહરણ થયેલી છોકરીને હું છોડાવી લાવ્યો છું.'
ઈન્સ્પેક્ટર : 'એણે અપહરણકર્તા સાથે લગ્ન કરી લીધાં છે અને એના પતિએ હાલ તારા ઉપર અપહરણનો આરોપ મૂક્યો છે !'
**********
પત્ની : 'તમને મારો જન્મદિવસ પણ યાદ નથી રહેતો ?'
પતિ : 'ક્યાંથી રહે ? તારી ઉંમર વધતી જતી હોય એવું જરાય નથી લાગતું.'
**********







Looking for last minute shopping deals? Find them fast with Yahoo! Search.

__._,_.___
Hindi Jokes Group
To Get Hindi Jokes funny sms shayries
pictures Funny Movies.

Dont Miss Ganesh Kumble's online hindi forum and groups
http://hindijokes.informe.com
http://groups.yahoo.com/group/hindi_jokes
http://groups.yahoo.com/group/selectedmails

Cooking and recipies
http://groups.yahoo.com/group/goodcooking

Recent Activity
Visit Your Group
Only on Yahoo!

World of Star Wars

Meet fans, watch

videos & more.

Featured Y! Groups

and category pages.

There is something

for everyone.

Weight Loss Group

on Yahoo! Groups

Get support and

make friends online.

.

__,_._,___

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home